Tuesday, 30 May 2017

ગીત

ચાલ દોસ્ત,

મને માફ કરી દે !

મેં વાતોથી , વર્તનથી , પ્રત્યક્ષ કે પરોક્ષ ,
હરપળ તારું દિલ દૂભવ્યુ જ હશે !

તને નમી , મારે કાંઈક પામવું છે,
અહિંસા માર્ગે મારે ચાલવું છે.

ચાલ , સઘળું છોડી દઈએ,
મારૂં ને તારૂં છોડી એક રહીએ.

મનની શાંતિને પામવા,
મારી મનની વાત રાખવા.

ચાલ દોસ્ત મને માફ કરીદે,
મારી ભિતર એક શાંતિ આપીદે.

*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*

No comments:

Post a Comment