વર્તુળમાંથી વ્યાસ કાઢ્યો,
આકારોનો ક્ચાસ કાઢ્યો.
સૂરજ થોડો લઇ નભેથી,
બારીએ અજવાસ કાઢ્યો.
ખેતર ખાલી, સીમ સૂકી,
વગડે શું સંન્યાસ કાઢ્યો?
જીવન વિતશે કેમ કરતાં
સંબંધેથી શ્વાસ કાઢ્યો.
કાળુંધબ છે જીવતર આ,
રંગોનો આભાસ કાઢ્યો.
જડચેતન સૌ, લે ધબક્યાં
વૃક્ષે જ્યાં ઉછવાસ કાઢ્યો.
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment