Tuesday, 23 May 2017

ગઝલ

લોકો જહન ના ભાનમાં મળતા નથો  હવે,
મનની વધેલી તાણમાં પડતા નથી હવે.

તારા ખરેતો માનતા રાતો ઢળી જશે,
ભીતર જમેલી રાતને ગણતા નથી હવે.

ભુલા પડેલા છાપના પગલાં ડગર ડગર,
પગલાં અકેલા પાડવા ચલતા નથી હવે..

ઘાતક બનેલી મૌજમાં સઘળું વહી જતું,
બચવા મથેલા તાણમાં બચતા નથી હવે.

સોચી વિચારી ચાલવા લાગ્યાં સફર છતાં,
સામે કિનારે  પ્હોંચવા મથતા નથી હવે.

સામે ખડેલા કોતરો સુના ડરામણા,
માસૂમ ઢળેલા ઢાળમાં ઢળતા નથી હવે.

         માસૂમ મોડાસવી

No comments:

Post a Comment