જોયા હતા મેં પંખી ને આકાશ માં ઉડતા હતા,
ભેગા મળી સૌ એક સાથે આભ માં તરતાં હતા.
આ માનવી પણ એજ રીતે એકસાથે જો રહે,
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઇછતા હતા.
.
સૌ લોક ચીજોને અહીં માનવ થી જાજો પ્રેમ દે.
બસ એક બીજા ની જ ખામી ને બધા ગણતા હતા.
ઈર્ષા ભરેલી જો નજર ને દૂર રાખે ખુદ મહીં,
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઇછતા હતા.
.
લોકો પૂછે છે એક બીજાને ફક્ત જો કામ હો,
બસ કામ કાજે તો ખબર સૌ ની અહીં પૂછતા હતા.
કારણ વિના પણ જો પૂછે સારી અને માઠી ખબર,
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઇછતા હતા.
.
સૌ આંખ પર પાટા ને બાંધી શાસ્ત્ર ના રસ્તે જતા,
ને દુઃખ જરા શું આવતું સૌ પથ્થરે નમતા હતા.
જો અંધ શ્રદ્ધા મારગે એ ચાલવાનું ટાળી દે,
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઈછતા હતા.
.
ગુજરાતી હું ને તું મરાઠી આ થયો પંજાબી છે,
સૌ ખુદની જાતોને અહીં તો સારી બસ ગણતા હતા.
જો જાત પાતો ને ભૂલી માનવ છું હું એવું કહે,
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઈછતા હતા.
.
જોયા છે મરતા જાનવર ને એકબીજા થી લડી,
આ માણસો આપસ માં સૌ એવી રીતે લડતાં હતા.
એ બંધ લડવા નું કરે ને સૌ પ્રણય થી જો રહે
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઇછતા હતા.
.
આ આપણી દુનિયા હતી જે તારી ને મારી થઇ,
સૌ એકબીજા ના જ સંગાથે અહીં જીવતા હતા.
સૌ પ્રેમ થી જીવી શકે જો વાત માનો "મિત્ર" ની,
તો ધરતી એવી ધરતી બનશે જેવી સૌ ઈછતા હતા.
.
"મિત્ર"
રાઠોડ
Sunday, 28 May 2017
ગઝલ
Labels:
મિત્ર' રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment