Sunday, 28 May 2017

ગઝલ

મનનું તારણ મનનું કારણ
મન રાખે કંઇ કેટલા ભારણ

મનની સૃષ્ટિ મનની તુષ્ટી
મન વરસે ને તરસે અકારણ

મન અતલ ગહન દરિયો
મન ઝાંઝવા જોતું રેતનું રણ

મનનાં રમણ મનનાં ભ્રમણ
મનની ડાળે ડાળે મહેંકે સ્મરણ

મન નાયક મન જ  ખલનાયક
મનની વાર્તા ના અનંત પ્રકરણ

માના વ્યાસ

No comments:

Post a Comment