Sunday, 28 May 2017

૩ કાવ્ય

[5/28, 10:11 AM] ‪+91 97129 06948‬: "ન ધરા સુધી જવું
ના ગગન સુધી જવું...
મારે તો બસ તમારા
મન સુધી જવુ ...
        
તમારા તે મન માં અમારો
જ મુકામ છે.
તારા મન ને મે મારું કર્યું.
તારા મન ને મેં વહાલુ કર્યુ....
   
અષાઢી મોસમ મા પ્રેમ ની
લાગણી પ્રગાઢ  બની..
બારિશ ની બૂંદો  થી
નવ પલવિત
સકળ સૃષ્ટિ બેઠી થઈ..
મદહોશી વાતાવરણ
મા કોઈ  વ્યક્તિ ની લાગણી
ભીની થઈ..
જે લાખો મા એક ..
જેને કેમ ભૂલી શકાય..??
 
વરસાદ ના ઉન્માદ મા
પ્રિય ની યાદ ભળે...
પછી મન મા જાગેલો
વિષાદ આંખો માથી વહે.....
          મીના માંગરોલીયા.
[5/28, 10:21 AM] ‪+91 97129 06948‬: " લોકો ને મન  રોજ ઊગે
  પ્રભાત...................
અહીં  મારે મન અંધારી રાત.

કોઇ   કહેજો એને  આ વેદના
ની  વાત..........

વાંસળી વગાડુ તો સૂર ના
નીકળે. ....................
મારી   વાંસળી ને લાગી છે
ઘાત.............
રાધાજી   તમને કહું છું મારી
વેદના ની વાત. .."
                મીના માંગરોલીયા.
[5/28, 11:18 AM] ‪+91 97129 06948‬: "મન ની કિતાબ
મેં ખોલી છે
કયાય નથી કક્કો
કે બારાક્ષરી..
છતાય શબ્દો તો
આપમેળે ગોઠવાય છે........

વાત એટલી કે  તું
મારી કિતાબ વાંચીશ...??
    
જો વાંચીશ તો
મને વિશ્વાસ  છે કે
મારી જેમ તારી
પણ મન ની કિતાબ હશે...
જે મારી જેમ લખું લખું
થઈ રહી હશે......
મીનુ. મીનુ માં ગરોલીયા.

No comments:

Post a Comment