આંખના પોપચાંની વચ્ચોવચ,
મેળો ભરાયો,
એક દરિયો,
એક મહેલ,
અગમ્ય ઝાડી ઝાડવાનો પડછાયો,
આંખના પોપચાંની વચ્ચોવચ વાવાઝોડું ફૂંકાયું,
ચકરાવે ચડેલો માણસ, વિચારો,વાણી
અને વંટોળે ચઢેલી ઇચ્છાઓની રજ,
આંખના પોપચાંની વચ્ચોવચ ભારે વરસાદ,
લાગણીઓની નદીઓમાં
નીર સમાતા નથી,
ઘૂંઘવાતા યાદોના પૂર
કિનારા તોડવા આતુર,
આંખના બે પોપચાંની વચ્ચોવચ એક પથ્થર,
એ ખૂંચે છે, વાગે છે,
કેટલો વિશાળકાય!
કદાચ એ જ મેળાને,
વાવાઝોડાને અને વરસાદને
રોકે છે,
જો એ ના હોત... તો...?
-સંદીપ ભાટીયા "કવિ"
No comments:
Post a Comment