અચ્છાંદસ
*****************
"મા...
તારા પાલવના છેડે સંતાડી દે મને,
કે આ દુન્વયી દુનિયાનો
ડર લાગે છે મને.
તુજ થકી પામેલ
આ રંગ-રૂપ અને કાયાને
ઘૂરકી રહેલ નજરોથી ડર લાગે છે મને.
મુક્ત વિચારો, નવો જમાનો - બધીજ છે ઔપચારિકતા માત્ર...
બાકી નારી રૂપી લીધેલ જન્મ
તો જાણે કાળ લાગે છે મને. દહેજની જ્વાળામાં
જાણે કેટલીયે લાડો ભડથું થઈ! એ દરેક સળગતી સ્ત્રીની
મુજ અંગે ઝાર લાગે છે મને. બદ્ થી બદતર એવી નારીની આ હાલત જોતાં,
કળિયુગની ચરમનો અણસાર આવે છે મને."
-"કે શેની રાહ જુએ છે
ઓ ઇશ્વર તું પણ!'
રોજેરોજ દ્રૌપદીનું અપમાન સહેતી નારીને
ચીર પૂર હવે....
કે તારો નવો અવતાર જોઈએ છે મને."
_પાર્મી દેસાઈ
Monday, 29 May 2017
અછાંદસ
Labels:
પાર્મિ દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment