👍🏻👍🏻👍🏻👍🏻
શું આને *ઇશ્ક એ હકીકી* ગઝલ કહી શકાય?
.
.
.
અમે તારીજ વાતો ને હર્દયમાં તો સમાવી છે,
અમે સૌએ આ જીવન માં છબી તારી રચાવી છે.
.
બધાને જાણ છે માખણ ને તું ચોરી કરી ખાતો,
દરેકે એજ વાતો ખુદ ના હૈયે વસાવી છે.
.
કરી ચોરી બધા તો "ક્રિષ્ન" સમજે છે અહીં ખુદ ને,
કરી ચોરી બધાએ પાપ ખુદ હિસ્સે લખાવી છે.
.
તને સૌ જોઈને કરતા થયા છે છેડતાં નારી,
નથી એ જાણતા કે તે તો મર્યાદા જળાવી છે.
.
મહાભારત ના યુદ્ધો માં ફક્ત તે જ્ઞાન છે આપ્યું,
બધાએ જ્ઞાન ની વાતો ને બસ હૈયે સજાવી છે.
.
નથી કરતુ હવે હિમ્મત કોઈ શસ્ત્રો ઉઠાવાનું,
બધાએ આગ બસ આ દ્વેષ ની દિલ માં જલાવી છે.
.
તું છો ભગવાન એવું ક્યાં હજી આ "મિત્ર" માને છે,
તને હું દોસ્ત માનું છું ગઝલ એથી બનાવી છે.
.
મિત્ર રાઠોડ
Friday, 16 June 2017
ગઝલ
Labels:
મિત્ર' રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment