Friday, 16 June 2017

ગઝલ

લઇ આવો સામે જેણે માણ્યો તારો સ્વર.
તો પણ મુરખી દુનિયા કે'તી તુજને ઈશ્વર!

તારી સામે ઊભો છું તું ધાર્યા ઘા કર,
મારાથી તું ડર નૈ બોલું તુજને ઈશ્વર!

તારી આગળ નમતાં શ્રદ્ધાના પૂજારી,
તું જડ છે માનું હું ભક્તોના ભ્રમ તો ભર.

ધરતીની રાતી ચૂનર, પંખીનો કલરવ,
કુદરતની આ ઘટના તારા નામે ના ધર.

પેટે બાંધ્યા પાટા, ભૂખ્યા ભજનો ગાતા,
નિર્લજ બેઠો આરોગે છે ભોજનના થર!

ગંગાને શિર લેતો, ખેલૈયો ખુબ મોટો,
આવી જા ભવસાગરમાં નાવડુ થૈને તર.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment