તારા વિરહ ની કેટલી માઠી અસર પડે,
ફુલે વધાવી લઉ અગર તારી નજર પડે.
ડગલાં જમાવી ચાલતાં પગલાં ઠરી જતાં,
તારા વિનાની જોઇલે ભારી સફર પડે.
ચાહત અમારી લાગણી ભાવે વણાયલી,
તારા કરમની આસમાં હસતી સહર પડે.
વ્હેતા સમયના વ્હેણ માં વ્હેતા રહ્યા મને,
સીને લગાવું આપને ત્યારે સબર પડે.
કેમે કરીને બાંધવી ફરતી ઉમંગને,
મનની તરંગો નાથવા થોડી કસર પડે.
સાવજ બનેલી લાલસા ગોતે શીકારને,
માસૂમ પકડતા નૌરપણ ટુંકા મગર પડે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment