Friday, 16 June 2017

ગઝલ

ગગન...

ઝાડ છે! ઝાકળ લઈ ઊભા છીએ
મૂળ છે! વાદળ લઇ ઊભા છીએ

ચાંચ ખોલી ચાર દાંણા ચાંખતાં
ભાવના! પોકળ લઈ ઊભા છીએ

છોડ ભાળી ખોદતાં,હાથા ઘણા
ડાળ-ડાળે ફળ લઈ ઊભા છીએ

કોણ બેઠા મોરલાં બોલે અહી?
પાળ બાંઘી,પળ લઈ ઊભા છીએ

ખેત ના ખોળે,કળી બે પાંદડી
ઘાટમાં જળહળ લઇ ઊભા છીએ

આંભ તારી આંખના, તારા ધણાં
ફાગના બાવળ લઈ ઊભા છીએ

ખાતરી ! ખાતીરદારો માંગતાં
નામનો કાગળ લઈ ઊભા છીએ

માંડવાં મૂકી, નગારા વાગતા
વાડ આડી,કળ લઈ ઊભા છીએ

રાત કાળીને ! બળાપા બાપનાં !
હાથ હારે !હળ લઈ ઊભા છીએ

નાવડી નાની હવામાં હાફતી ?
જીંદગી ગૈ જળ લઈ ઊભા છીએ

જાગૃતિ મારુ મહુવા  "જાગુ"
તા - 13-06-2017
સમય:-1:49 રાત્રે

No comments:

Post a Comment