સ્પર્શે પવન શીતળ તયે,
ભીતર છબી એની બને.
સુખ આવશે, દુઃખ આવશે,
હસતા મુખે સ્હેવું પડે!.
ક્યાં ઝેર જેવી જિંદગી ?
પ્રત્યેક ક્ષણ માણી કહે.
ક્યાં કોય દિલથી દૂર છે,
લંબાવ ખાલી હાથને!.
જે 'તૃપ્ત' ના સંસારથી!,
એ આશ શું છોડી શકે!.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
No comments:
Post a Comment