બિલ્લીપગે
જો તું થયો આબાદ પણ બિલ્લી પગે!
ને હું થયો બરબાદ પણ બિલ્લી પગે!
મેં રાહ ક્યાં જોઈ હતી ખુશીઓ તણી?
આવી ગયો અવસાદ પણ બિલ્લીપગે!
કોરી કરીને આંખ હું ઉભો હતો!
આવી ગયો વરસાદ પણ બિલ્લીપગે!
હું ગાળિયો નાખી ગળે ઉભો રહ્યો!
આવી ગયો જલ્લાદ પણ બિલ્લીપગે!
ગાવી હતી ગઝલો હરિયા મ્હેફિલે!
જોકે થયો હું બાદ પણ બિલ્લીપગે!
- હરિહર શુક્લ
૧૪-૦૬-૨૦૧૭
ગાગાલગા ગાગાલગા ગાગાલગા
No comments:
Post a Comment