Friday, 16 June 2017

ગઝલ

ધારણાં પોકળ લઈ ઊભા છીએ,
આશની અટકળ લઈ ઊભા છીએ.

સૂર્ચ ના આવે ભલે અમ આંગણે,
ખુદ તણું ઝળહળ લઈ ઊભાં છીએ.

હે ખુદા! હું શું તને અર્પણ કરું?
સત તણું શ્રીફળ લઈ ઊભાં છીએ

આ ગરીબી આજ જો જીદે ચડી,
ભૂખનું ટળવળ લઈ ઊભાં છીએ

શું પઢું કલમા ખુદાના મસ્જિદે?
ઝૂંપડીમાં ફળ લઈ ઊભાં છીએ

સૂર્ય દરિયામાં ભલે જાતો રહ્યો,
કોડિયું ઝળહળ લઈ ઊભાં છીએ

દેશમાં છો તાકતાં  હથિયાર સૌ,
ને અમે જો હળ લઈ ઊભાં છીએ

દોસ્ત નામે ચાલતો વેપાર શું?
દિલ મહીં કાં છળ લઈ ઊભાં છીએ?

ભૂખ ભૂંડી જાત છે જાણું છુ હું,
પેટ સળ ટળવળ લઈ ઊભા છીએ

ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment