Friday, 16 June 2017

તરહી રચના

તા.13/6/17 ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ગઝલ
💐💐💐💐💐💐💐💐
બેસવાનો તો સમય ક્યાં છે હવે?
જાત આ ચંચળ લઈ ઉભા છીએ.
-આભાસ

તું છે નાજુક પુષ્પ જેવી , એથી તો
ફૂલનું ઝાકળ લઈ ઊભા છીએ !

- હેમંત મદ્રાસી

વરસી પડવા ઝંખીએ તારી ઉપર,
પ્રેમનું વાદળ લઈ ઊભા છીએ !
- હેમંત મદ્રાસી

તાળું ક્યાં છે? કળ લઈ ઉભા છીએ!
એક  કે  બે  પળ  લઈ  ઉભા  છીએ!
- હરિહર શુક્લ

થાય ઈચ્છા ત્યારે આવો ડર વગર,
પથ અમે આગળ લઈ ઊભાં છીએ.
અદિશ

સાચવી લે આ ઘડીને ઓ ગઝલ,
શબ્દનાં શ્રીફળ લઈ ઉભા છીએ.
-આભાસ

કંટકોની તો નથી પરવા કરી,
હાથમાં બાવળ લૈ ઊભા છીએ!
        -હેમા ઠક્કર "મસ્ત "

લો  કરો  સંકલ્પ  કે આવી જશો!
હાથ માંહે જળ લઈ ઉભા છીએ!
                - હરિહર શુક્લ

ફૂલની માફક ભલે ખીલી ગયા,
આંખમાં ઝાકળ લઈ ઊભા છીએ.
         -  દેવેન્દ્ર ધમલ

એમના મોઘમ ઇશારાથી અમે,
કેટલી અટકળ લઈ ઊભા છીએ.
         -  દેવેન્દ્ર ધમલ

આવ તું  મ્રૃગજળ લઇ ઉભા છીએ,
આપવા ઝાકળ લઇ ઉભા છીએ.
ડૉ.અયના ત્રિવેદી
અયુ

સાવ કોરી આંખમાં વાવી દીધું,
એ સપનનું બળ લઇ ઉભા છીએ.
                   - અયુ

કોઈ નાજુક છળ લઈ ઊભાં છીએ
જિંદગી  પોકળ લઈ  ઊભાં છીએ
         -  ભરત ભટ્ટ

તું મળે તો આજ એ વરસી જશે,
આંખમાં  વાદળ લઇ ઊભા છીએ.
       - ઉર્વી પંચાલ."ઉરુ"

ભીંજવીએ આપ જો આવો અમે
   હેતની સાંકળ લઇ ઊભા છીએ.                            
                   - પૂનમ

સૂર્ય ના આવે ભલે અમ આંગણે,
ખુદ તણું ઝળહળ લઈ ઊભાં છીએ.
              - ડો જિજ્ઞાસા

શું ધરું હું ભેંટ તારા બારણે?
દિલ ભર્યું કેવળ લઈ ઊભાં છીએ.
                - ડો જિજ્ઞાસા

આ ગરીબી આજ જો જીદે ચડી,
ભૂખનું ટળવળ લઈ ઊભાં છીએ.
             - ડો જિજ્ઞાસા

થાય છે કે આજ ધમકાવું તને,
શસ્ત્ર લે કોમળ લઈ ઊભાં છીએ
               - ડો જિજ્ઞાસા

ક્યાંક તો મળશો જ અમને ખબર છે             ભાગ્ય માં મંગળ લઇ ઊભા છીએ.                                                          - પૂનમ

અે વરસશે અેક દી અે અાશથી,
   અાંગણે વાદળ લઈ ઊભા છીઅે.
             - જિજ્ઞા ત્રિવેદી

નભ મહીં ઓછી પડી જ્યાં વાદળી
આંખમાં ઝળહળ લઈ ઊભા છીએ
- હેમશીલા માહેશ્વરી 'શીલ'

શબ્દની કુંપળ લઇ ઉભા છીએ
હાથમાં સૌ હળ લઈ ઉભા છીએ 
    -  માવજી એમ આહીર

શાંત  ચિત્તે દોસ્ત,  તારા  શ્હેરમાં
કેટલી ખળભળ લઈ ઊભાં છીએ
         મહેબૂબ સોનાલિયા

ભેટશું તો ન્હોર પણ વાગી જશે,
આંખમાં એ છળ લઈ ઊભા છીએ.
- મુકેશ દવે

સાથીયા કંકુ તિલક ભાલે કરી
ઇશનાં અંજળ લઇ ઉભા છીએ
    - માવજી એમ આહીર

આંખમાં આંધી લઈ ઊભા છીએ
સરહદે સાંકળ થઈ ઊભા છીએ
               - સતીષ સખીયા

ના જીવાયું આ જીવન તારા વિના,
જિંદગી નિષ્ફળ લઈ ઊભા છીએ !
            - હેમંત મદ્રાસી

બાંધવા સંબંધના ભારા ઘણાં,
હાથમાં સાંકળ લઈ ઊભા છીએ.
      રત્નેશ  અલગોતર        'નિરાશ'ૐ

પ્રેમભીની પળ લઈ ઊભા છીએ,
પ્રેમનુ કૈં બળ લઈ ઊભા છીએ.
         -  દેવેન્દ્ર ધમલ

રેશમી રૂમાલમાં
છે મહેંક જે,
સંસ્મરણની સળ
લઈ ઊભા છીએ.
             ** નિશિ **

ના મળ્યું જે એ
સફરનો થાક ને,
પંડની ટળવળ
લઈ ઊભા છીએ.
                  ** નિશિ **

આવતો જકડીજ લઉ હું તુંજને,
એવું તો જો બળ લઈ ઊભા છીએ.
       ~ પ્રવીણ દૂધરેજિયા

શબ્દથી થાકી જશે ઝગડો કરી
મૌનનું જો બળ લઈ ઊભા છીએ
                   - સર્જ ક

એ ઉભા છે હાથમાં બંદુક લઇ,
ને અમે સૌ હળ લઇ ઉભા છીએ.
           - વિપુલ અમરાવ

કાળ  સાગરના  કિનારે આ  અમે
અશ્રુઓ ખળખળ લઈ ઊભાં છીએ  
         -  ભરત ભટ્ટ

તું નથીનો વસવસો છે આ બધો,
કે નયન વિહ્વળ લઈ ઊભાં છીએ.
                  - અદિશ

પ્યાસ મારી તૃપ્ત થાશે કઈ રીતે?
હોઠમાં મૃગજળ લઈ ઊભા છીએ.
                   - સર્જક

હે ખુદા તું મન મુકીને જા વરસ
હાથમા તો હળ લઈ ઉભા
       - સતીષ નાકરાણી

બાથ ભીડી આગ સામે ને હવે,
ઠારવાને જળ લઈ ઊભાં છીએ.
            - નટવર ટાંક.

ઘૂંટીએ  તો  નામ  કોનું  ઘૂંટીએ ?
કોરોકટ કાગળ લઈ ઊભાં છીએ
           ભરત ભટ્ટ

વાવશું ને આપણે આ ઓરતાં ?
કે પછી અમથાં હલ લઈ ઊભાં છીએ.
       - કૃષ્ણકાંત ભાટિયા '            કાન્ત'

જિંદગીને ખેડવા માટે અમે,
મોત નામે હળ લઈ ઊભા છીએ.
          -ડૉ. સત્યમ બારોટ

એ  તરફ  બેઠાં  તમે  તૃષા   લઈ
અહીં અમે આ જળ લઈ ઊભાં છીએ

   ભરત ભટ્ટ

છોડ વાવ્યાં કંઈ ક પોતાના ખભે ,
હાથમાં આ હળ લઈ ઊભા છીએ .
      નીતા ટુંડાયા "નવલ "

चातक सम कळ लई ऊभा छीए,
झीलवा कारण थइ ऊभा छीए.

       - डॉ. भावेश जेतपरिया

ઝાડ છે! જાકળ લઈ ઊભાં છીએ
મૂળ છે ? વાદળ લઈ ઊભા છીએ

જાગૃતિ મારુ મહુવા
💐💐💐💐💐💐💐💐
સંકલન :- દેવેન્દ્ર ધમલ
            ભરત ભટ્ટ 'તરલ'
💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment