છે સખાવત કોઈની ને છે બગાવત કોઈની
જિંદગી કેવળ અમારી છે અમાનત કોઈની
એ જ કારણથી જખમ છોડી નથી શકતા મને
બોલ એળે જાય ક્યાંથી સાચી મહેનત કોઈની??
પ્રેમ તો ચાલ્યો ગયો છે ક્યારનો છોડી મને
પ્રેમના નામે રહી યાદો યથાવત કોઈની
આ ચમનમાં આજ જોઈ એમને એવું થયું
પીરસે છે કોઈ ત્યાં ને ત્યાં છે દાવત કોઈની
એક માણસ આજ એનુ ઝૂંપડી બાળી રહ્યો
જોઇ લીધી લાગે છે એણે ઇમારત કોઈની
આ કલમ,શબ્દો ફકત કઈ એમ મળતા તો નથી
ગમ સહેવાની હશે આ કંઇ મહારત કોઈની
વૃક્ષ એક શોધી રહ્યુ કે ક્યાં ગયો કલરવ બધો
એ ઉપર બગડી હશે "ગોપાલ" દાનત કોઈની
કોટક ધાર્મિક " ગોપાલ "
No comments:
Post a Comment