અંગત દૂર થાય છે.શૌર્ય.
રાત્રે અચાનક આંખો ખુલી જાય અને પછી ખુલીજ રહી જાય છે ,
આમ ત્યારે બને જ્યારે કોઈ અંગત જીવનભર દૂર થાય છે
મોઢામાં કોળીયો ધીમેથી મુકાય અને એ મોઢામાં જ રહી જાય છે ,
આમ ત્યારે બને જ્યારે કોઈ અંગત જીવનભર દૂર થાય છે
ભણકારા થાય કાનને ને કોઈ અવાજ કંઈક કહી જાય છે ,
આમ ત્યારે બને જ્યારે કોઈ અંગત જીવનભર દૂર થાય છે
આખું શરીર થાય છે શિથિલ બેઠાં બેઠાં જ ઢહી જાય છે
આમ ત્યારે બને જ્યારે કોઈ અંગત જીવનભર દૂર થાય છે
મુખથી બોલાતું નથી ને સમય ઘણુંબધુ કહી જાય છે
આમ ત્યારે બને જ્યારે કોઈ અંગત જીવનભર દૂર થાય છે.
શૌર્ય પરમાર.
No comments:
Post a Comment