*કવિ શ્રી ગફૂલ રબારી 'ચાતક' સાથે સહિયારી ગઝલ
ભીતર ભીતર વિસ્તરતા રે'જો ,
ખુદમાં ઇશને પણ મળતાં રે'જો.
ચાર દિવસનું જીવતર છે વ્હાલાં ,
સૌ સાથે હળતાં ભળતાં રે'જો.
દુ:ખનો દરિયો કરજો બાજુ પર ,
નિર્મળ ઝરણું થઇ વ્હેતા રે'જો.
તારું મારું સગળું રૈ' જાશે ,
કોઇનાં હૈયે ઠરતા રે'જો .
હૈયે બીરાજોને શ્યામ પછી ,
પ્રેમ ભરી વાતો કરતાં રે'જો.
મ્હોરી લો નાજુક કૂંપળ થૈને ,
હું પદનાં પાંદે ખરતા રે'જો.
ખોલી લેવા કિસ્મતનાં તાળા ,
શ્રધ્ધાની ચાવી ધરતાં રે'જો.
આ કાજલ જેવું ચાતક જેવું ,
બસ મન મૂકીને લખતાં રે'જો.
તોડીને જગનાં બંધન ખોટા ,
ખુલ્લી "ફિઝા"માં ફરતાં રે'જો.
ગફૂલ રબારી "ચાતક"
કાજલ કાંજિયા "ફિઝા"
No comments:
Post a Comment