.
કેટલું ઊંચે જશે તું કદ વટાવી?
આમ તે તો લાગણી અનહદ વટાવી.
આખલા ભેગા મળી બીજું કરે શું?
બાંખડીને એમણે સંસદ વટાવી.
ફૂલ જેવાં થાય હળવાં તોજ માણસ,
એક બીજાં જો મળે છે મદ વટાવી.
હોય છે તક સાધુ એવા પણ ઘણાયે,
લાભ લેતાં હોય કાયમ પદ વટાવી.
સ્હેજ જ્યાં એ છોકરીએ હદ વટાવી,
આ જગતને લાગતું સરહદ વટાવી.
'નિરાશ' અલગોતર રતન
No comments:
Post a Comment