Wednesday, 7 June 2017

૨, ગઝલ

[6/7, 7:36 PM] Bharat Bhatt: પાંખમાંથી આખરે પીછું ખર્યું પાછું,
મિત્ર, આપે કેમ પંખી ચિતર્યુ પાછું.

જળ ડહોળાઈ ગયું'તું આંખમાં અટકી,
આપના સ્મરણોથી સરવર આછર્યુ પાછું.

કોઈએ વાઢી મને ઉજ્જડ કર્યો વગડો,
મારી ભીતર વેલ જેવું  પાંગર્યુ પાછું.
   
પગ નીચે કચડી દીધું આપે જે સપનું તે,
એ જ સપનું મેં હથેળીમાં ધર્યું પાછું.

હું  સમેટાઉ  છું  વારંવાર  મીન્ડામા,
ઊર્ફે એનુ એજ  મીન્ડુ વિસ્તર્યું પાછું.

          ભરત ભટ્ટ
[6/7, 7:41 PM] Bharat Bhatt: કેમ આસુંનો તરજૂમો થઈ જાય છે  જળ,
બે કિનારા વટાવી ને વહી જાય છે જળ.

આ  પહાડો બધાં  તારે નામે  કરું  હું,
તોય પથ્થર થવા કેમ કહી જાય છે જળ.

ક્યાં તને ક્યાંય બંધન નડ્યુ જળ સ્વરૂપે,
ઝાંઝવા,આસું છેવટ તો રહી જાય છે જળ.

એક આકાશ ઓછું પડે ક્યાં સમાવે,
આ પવન પાલખીમાં સહી જાય છે   જળ.

હું નદીને કિનારે  ઊભો  વૃક્ષ  માફક
આ મને મૂળસોતો ક્યાં લઈ જાય છે જળ

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment