Wednesday, 7 June 2017

ગઝલ

..કે'વાય છે

પાંપણો ખાલી ધણી દેખાય છે!
છળ-છલકમાં ! બોલતી રેલાય છે

ચાલ બદલાવે,ફરે રસ્તા ધણા
આ બનાવટ!મૂળ છેંદી ખાય છે

આમતો બેઠા બધા,વડ થય ગયા
છાયડો માપી અજાણ્યાં જાય છે

વાયરો વેરી બનેલો ઝેરનો
શ્વાસ થોડો થંભ! થોડી રાય છે!

કાળનો કેવો ખવાતો કોળિયો
ટાઢ-તડકો થૈ અહીં ફંટાય છે

ઓઢતી ઘરતી, હવાની ઝાકળો
રાત આખી! કેમ જૂદી સા'ય છે!

વાડમાં ઝાંખો કળાતો મોરલો
પાંખ, પીંછા,લૈ પલાળી નાય છે

નાચતી આંખે ભરાતા વાદળો
આંખ વરસે ને અાઢી ગાય છે

લાગતું લીલું લલાટે પાંદડું
ફૂલના રંગો વણી રંગાય છે

હાર પેરેલી લતા,ઢાળે ઢળી
ઝાડમાં જાજી કળી મે'કાય છે

પાળ બાંધીને, પથારી લાગણી!
ધૂળ ભીની લે'ર - લા'ણી થાય છે

જાગૃતિ મારુ "જાગુ" મહુવા

No comments:

Post a Comment