Friday, 16 June 2017

અછાંદસ

આ તો માણસ કહેવાય
...............................
અરે ભાઈ
આ તો માણસ છે
બોલે અને ફરી જાય.
ના કરવાનુ કરી જાય.
મૂછો ચડાવી
છાતી ઠોકતો જાય
બુમો પાડતો જાય
કે. .પ્રાણ જાય પર વચન ન જાય.
ખાલી ખોટુ રોતો જાય
સુકુ સુકુ હસતો જાય
બકતો બકતો થૂકતો જાય
અને ખુશ થઈને ચાટતો જાય.
બધાની સામે ફરી જાય
પેટમૉ પેહીન્અ પૉળૉ થાય.
ક્યારેક માફી માગતો જાય
આ તો માણસ કહેવાય. .
ઘરઘત્તા રમતો જાય
કૂતરો બની ભસતો જાય
રીઝેતોપગ ચાટતો જાય
ખિઝે તો પાછો કરડી ખાય
અરે ભાઈ આ તો માણસ કહેવાય. ..
એકદમ અક્કડ
ગેસ જેવો નરમ
જાત વગરનો
નાત વગરનો
કમર વગરનો
નાક વગરનો
રંગ વગરનો
ગંધ વગરનો
ક્યારેક કોરો કોરો વરસી જાય
ને કોરો કોરો પલળી જાય. .
અરે ભાઈ ..
આ તો માણસ કહેવાય. ... ..
ડૉ.સત્યમ બારોટ મોટાકોઠાસણા પ્રા શાળા તા.સતલાસણા જિ મહેસાણા
9904612517 8487948158

No comments:

Post a Comment