■ ગીત ■
આજ વરસે છે જો આ વરસાદ,
ને મને આવે છે તારી યાદ.
તારી ને મારી વાત ન્યારી,
લાગે છે જો દુનિયા પ્યારી,
બસ ના મળવાની છે ફરીયાદ,
આજ વરસે છે જો આ વરસાદ.
દિલમાં જોયું મેં ડૂબકી લગાવી,
જાતને ફૂલો જેવી સજાવી.
હવે ગુંજે છે ખુશીઓનો સાદ,
આજ વરસે છે જો આ વરસાદ.
આજ આપ હાથ તારો હાથમાં,
ને ચાલજે તું મારી સાથમાં,
બધે સંભળાય છે પ્રેમનાદ,
આજ વરસે છે જો આ વરસાદ.
પ્રેમ તું પણ ચોધાર વરસાવજે,
મૃગને પ્રેમ શું છે? સમજાવજે,
આ પ્રેમ છે ખુદ ખુદાનો પ્રસાદ,
આજ વરસે છે જો આ વરસાદ.
- રવિ ડાંગર (મોરબી)
No comments:
Post a Comment