Friday, 16 June 2017

સાઈજીકી

*સાઈજીકી*

સૂર વાંસળીનાં
યાદ આવ્યા,
શુભ,
સવારે વ્હાલાં શ્યામળા.

જોઈ હરખાઉં,
આંગણામાં,
મારાં,
પડ્યાં છે પગલાં તારાં.

લાગ્યો છે રંગ મને
એનો સખી,
લીલી,
ચૂંદડી ઓઢાડો કોઈ.

ભર ચોમાસે હું,
કોરી રહું,
એવાં
ના,કરો અબોલા ભારે.

તે બોલાવી મને,
દોડી આવી,
આમાં,
મારો વાંક ક્યાં છે કે?

તુલસીનો ક્યારો,
લાડકીઆ,
મારાં,
ઘર,આંગણાની શોભા.

વાત કરે આંખો,
પ્રણયનાં,
ફાગ,
ખીલ્યા મારાં હૃદયમાં,

આ નદી ,પહાડો,
કુદરત,
તારી,
અમૂલ્ય ભેટ અમને.

ઘૂઘવે દરિયો,
લાગણીનો,
તારાં,
નામનાં ઉછળતાં મોજાં.

પ્રણયની વાતો,
તું શું જાણે,
કેમ!
વિતે આ વિયોગી રાતો.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment