Friday, 16 June 2017

અછાંદસ

*અછાંદસ*

કોઈ આશા નથી,
કોઈ નિરાશા નથી,
હવે,થંભી ગયાં છે,
લાગણીઓના પ્રવાહ,
સૂકાઈ ગઈ આંખોની નદીઓ,
ભળી ગયાં, મળી ગયાં અમે,
ખારાં સમંદરમાં,
મૌન બેસી ગયું છે,
તારાં નામનું,
મારાં સૂકાયેલા હોઠો પર,
નારાજ નથી,ના ખુશ પણ નથી,
એક અણગમતી વેદનાને,
ખૂબખૂબ વ્હાલથી સાચવું છું,
તને છોડતી નથી,
પણ, સ્વતંત્ર કરું છું,
હું રાહ જોઈશ,
મને વિશ્વાસ છે,
તું પણ યાદ કરતો હોઈશ,
હવે હું કોઈ પ્રમાણ નહીં માંગું,
તારાં શ્વાસને મારાં શ્વાસમાં ઘૂંટીશ,
ધબકારે ધબકારે પ્રેમ કરીશ,
કોઈ અપેક્ષા વગર,
કોઈ સવાલ વગર,
તારી દિવસ રાત રાહ જોઈશ,
તારાં મારાં પ્રણયને માણીશ,
તે જે સ્પર્શ આપ્યો છે  મારી આત્માને,
તે મહેસુસ કરીશ,
તારાં દુખને હું મારી જાત પર ઝીલીશ,
હરપળ તારાં સુખની કામના કરીશ,
જે મળ્યું છે તેને માણીશ,
જે મારું નથી તેને ,
પામવાની કોશિશ નહીં કરું,
મારા અંતીમ શ્વાસ સુધી તારી રાહ જોઈશ,
છતાં નહીં આવે તો.....
સાત જનમ માટે તને માંગતી રહીશ,
પણ, જ્યારે મળે ત્યારે,
પૂર્ણ મળજે,
દયા કે અહેસાન નહીં,
મને મારો હક્ક દેજે,
જો હોય પૂર્ણ તૈયારી તોજ,
મારી જિંદગીમાં પાછો આવજે,
નહિંતર હું પણ હવે,
આ ચોર્યાસીલાખનાં
જન્મો જનમનાં ફેરાથી મુક્તિ માંગીશ,
અલવિદા નથી કહેતી,
હજું એક આશ બંધાયેલી છે,
કે, તું આવીશ,
પણ,એટલી વિનંતી છે તને કે,
તને જોઈને કંઈ બોલી ના શકું તો,...
મારાં મૌનને પણ તું સમજજે,
મારાં હૃદયનાં ડામને ફૂંક મારજે,
એક પવિત્ર સંબંધને ઊંચાઈ આપજે,
જાજું કંઈ ના થાય તો,
એક આંખનો ઈશારો,
આપીને કહેજે,
હું સદા તારો છું.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment