મારામાં એકાંત વસે છે, મારામાં કોલાહલ વસે છે,
સન્નાટાને ચિરતો અણનમ પડઘો વસે છે...
શોરબકોરી આ શહેરમાં મૌન પીડાતુ હોય છે,
ઘરઘરમાં આરામની જગ્યાએ ચિસો વસે છે...
મન વગરના મેળામાં ખાલી પગરવ હોય છે,
અતીતના મેળાવડે સ્મરણોનુ ચકડોળ વસે છે...
નીત સાંજે પડછાયા લંબાઈને રસ્તો બનતા હોય છે,
નશાની એક ક્ષણ માટે ચોક્કસ મયખાનુ વસે છે...
...પુનીત સરખેડી
No comments:
Post a Comment