સંપૂર્ણ ગઝલ મક્તા એડ કરીને
કવિ થયો છું.......
પાંખ વિના ઉડશે પંખી,બતાવા કવિ થયો છું,
ખુદ જ મારા દર્દ જોવા,ને વફામાં કવિ થયો છું.
લાખ કોશીશો કરી છે ભીંતડાને પણ કહેવા,
સાંભળી એને બધી વાતો,રડાવા કવિ થયો છું.
મેં મહેફિલો તજી દીધી તને જોવા ઝરુખે,
એ ઝરૂખાને હવે તો,ચાહવામાં કવિ થયો છું.
છાંયડાને પણ હવે તડકો નડે છે ભર ઉનાળે,
રણ નદીને એક સાથે,શોધવામાં કવિ થયો છું.
પાપ ધોવા જાય છે ગંગા નદીએ,જો "રહીશ" તું,
મેં નથી કર્યા ગુના કે પાપ, એમાં કવિ થયો છું.
Deepak Solanki Rahish
રહીશ
No comments:
Post a Comment