Friday, 16 June 2017

ગઝલ

સાદ ક્યારેક પાડજેને મને ધીમે રહી,
યાદ ક્યારેક કરજેને મને ધીમે રહી.

જીવન સફર માં ક્યાં મારે ઉતાવળ છે કશી,
રસ્તા પર તું પણ સાથે ચાલજે ને ધીમે રહી.

એમ તો કંઈ એવું થોડું હોતું હશે સદા,
હું હસ્તો જ રહું ને તું રડ્યા કરે ધીમે રહી?

કેટલીય વણકહી વાતો તું સમજી હશે કદાચ,
ક્યારેક સાચી દિલ ની વાત જતાવજે ને ધીમે રહી.

જોઈએ છે તારે આ ચાંદ પૂર્ણિમા નો ,
ઉભી રહેજેને અરીસા સામે ધીમે રહી.

ખુશીઓ ના બધા ખજાના ખુલ્લા છે તારા માટે,
તું થોડો તો હાથ તારો લંબાવ એને લેવા ધીમે રહી.

બહુ બહુ તો શું થશે પ્રેમ ની આ પરીક્ષા માં,
'ધર્મ' થોડું તડપશે કે પછી પૂરો મરશે ધીમે રહી.

                                        ~ધર્મેન્દ્ર સોલંકી.

No comments:

Post a Comment