Friday, 16 June 2017

ગઝલ

*વરસાદનું ગીત*

વરસતો વરસાદ નિહાળું ને મારું મન કેવું હિલોળે ચડતું રે....(2)૦
નેવનાં ટપકતાં નીરમાં વહીને પિયુને જઈ  એ મળતું રે......

વરસતો વરસાદ નિહાળું ને ....૦

છ્લછલ વહેતાં ઝરણાં દેખી મારા ઉરમાં આવે પૂર,
પ્હેલો વ્હેલો ઉમળકો જોય મારા રૂપમાં આવ્યું નૂર.

ને ઝરમર મેહુલે ભીંજવી મુજમા જ કોય સમાઈ ભળતું રે.....
વરસતો વરસાદ નિહાળું ને મારું મન કેવું હિલોળે ચડતું રે....(2)૦

વ્હેલી પરોઢ નીરખી મારા રોમે રોમે એની ભાત,
કૂંપળ ફૂટી અફવા ફેલાય એને છાના મળ્યાની વાત.

ક્યાંયે ધૂળ પર ક્યાંયે ફુલ પર વરસ્યાનું પ્રમાણ જડતું રે....
વરસતો વરસાદ નિહાળું ને મારું મન કેવું હિલોળે ચડતું રે....(2)૦

*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*

No comments:

Post a Comment