સાજણ
આંખમાં અચરજનું આંજણ! #
આયનામાં હું કે સાજણ?
આભમાં ઢોલક બજે છે
મેઘ પણ વરસે છે રણઝણ!
ખૂબ દેવામાં ડૂબ્યો છું!
જાતને રાખી છે તારણ!
કોણે પીઠ પાછળ કર્યો ઘા?
કોણ લૂઢકયું મારે આંગણ?
હું છું હળવો ફૂલ હરિયા
જીવવાનું ક્યાં છે ભારણ?
- હરિહર શુક્લ
૧૦-૦૬-૨૦૧૭
# ગુજરાતી ટીવી સિરિયલ સાજણ માં
સાંભળેલા શબ્દો!
- રિવ્યુ માટે.
No comments:
Post a Comment