Monday, 5 June 2017

અછાંદસ

લો, આ પાક્કુ ને પૂરું પર્યાવરણ કાવ્ય  

ચટ્ટાનો ખુશ છે

ખુશ છે પાણા પથ્થર

વધી રહી છે એની વસ્તી

ગામ, શહેર, નગર.....

પેલી પર્વતશિલા હતી કેવી

જંગલ આડે સંતાયેલી

હવે આખ્ખે આખ્ખો પર્વત

નાગોપૂગો બિચારો

ફાટી આંખે જોઇ રહ્યો

ને રોઇ રહ્યો

કોઇ નથી એનું તારણ

હારી ગયા ને હરી ગયા

ઝાડ, પાન ને જંગલ

ખુશ છે પાણા પથ્થર

વિશ્વાસ છે એમનો જબ્બર

કરશું અમે તો રાજ અહીં

વાર હવે ક્યાં ?

આમ જુઓ

આ માણસનાયે પેટે

પાકી રહ્યા છે 

પથ્થર......... 

લતા હિરાણી  

No comments:

Post a Comment