Monday, 5 June 2017

ગીત

ચાલો આપણે ઉઠીએ જાગીએ કામ સૌને બોલાવે છે.
સાફ સૂથરા દેશનું સ્વપ્ન મને તો બહુ ડોલાવે છે.

શેરી વચાળે ઢગ કચરાના પ્લાસ્ટિક પત્તા ફરકે
ગાયનું ગોબર બકરાં ઘેટાં ચકલા ચકલી ચરકે
પાન પીચકારી થુંક ને ગળફા શેરીને રગદોળે છે
ચાલો આપણે ઉઠીએ જાગીએ કામ સૌને બોલાવે છે.

પવિત્રતાનું પાતર જોને ખરડાયું છે કેવું
ગંગા જમના ગોદાવરીના નીરમાં ભાસે એવું
ઢગ કેમીકલ શબ માનવના નદીને ધમરોળે છે
ચાલો આપણે ઉઠીએ જાગીએ કામ સૌને બોલાવે છે..

જંગલ જંગલ કોરી કાઢ્યાં ગગન થયું છે ખુલ્લુ
કુહાડીનો હાથો થઈને ઝાડ રુવે છે રોણું
ડાળ ડાળ ને થડની પરતો માથે રહી કોચાવે છે
ચાલો આપણે ઉઠીએ જાગીએ કામ સૌને બોલાવે છે.

સરલા સુતરિયા

No comments:

Post a Comment