Monday, 5 June 2017

ગઝલ

ચૌદે લોક : શૌર્ય.

ભલે હુ ધ્રૂસકે ને ધ્રૂસકે ના રડ્યો હોવ , કે ના મૂકી હોય મોટેથી પોક ;
પણ અંધારે એકલો એકલો જે કર્યો છે વિલાપ, ધ્રૂજ્યા હશે ચૌદે લોક ;

ભલે દુનિયા સમક્ષ આંસુ નથી પાડ્યા કે ,નથી કર્યો શોક ;
પણ દિલમાં પડેલા ઘા ને જોઈ ,ધ્રૂજ્યા હશે ચૌદે લોક ;

કઠણ થઈ જીવવું પડ્યુ એ વિચારે , કહેશે શુ કોક ?
હુ પણ જીવ છુ એ જોઈને , ધ્રૂજ્યા હશે ચૌદે લોક ;

આમતો ખુંખાર રીતે જીવવાનો શોખીન છુ ,નમાવી નથી ડોક ;
એજ ડોક નમી માતાના શરણે , એ જોઈ ધ્રૂજ્યા હશે ચૌદે લોક.

શૌર્ય પરમાર.

No comments:

Post a Comment