Thursday, 8 June 2017

ગીત

તું ને હું...

લિપ્સા ને ખિસ્સામાં, ઈપ્સાને હિસ્સામાં,
ચાલને મૂકી દઈએ,
'તું ને હું', 'હું ને તું', તન-મનથી આજે,
ચાલને ઝૂમી લઈએ.

ઝાકળની તું ભીનાશ  લૈ લે,
હું ભીનાશ લૌં તરુવરની....
તું ને હું, હું ને તું તર-બ-તર થઈ,
ફૂલો સંગ ઝૂમી લઈએ.

વાદળ તણી વિશાળતા લે,
હું શીખું કેમ વરસવું....
તું ને હું, હું ને તું રંગો લઈ સાત,
આકાશે ઝૂમી લઈએ.

સૂરજ કનેથી લઈ લે તું તેજ,
લૌં હું ચંદાની શીતળતા....
તું ને હું, હું ને તું રંગ તરબોળ થઈ
ક્ષિતિજે ઝૂમી લઈએ.
ડો. જિજ્ઞાસા

No comments:

Post a Comment