લાખ વિરોધાભાસ લઈ ને આવું છું
એક ઈશારો ખાસ લઈ ને આવું છું
મીઠા મીઠા ઝેર પીરસનારા વચ્ચે
અમૃતની કડવાશ લઈને આવું છું
પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ
એક નવું આકાશ લઈ ને આવું છું
ઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર
હું તો શ્રાવણ માસ લઈને આવું છું
ફરી ફરી આ માટીની ખુશ્બૂ લેવા જ
ચાર ઉછીના શ્વાસ લઈને આવું છું
નોખા નોખા રસ્તા 'દિલ' અજમાવું તોય
એની એ જ તલાશ લઈ ને આવું છું
-'દિલ' મોરબીયા
No comments:
Post a Comment