Friday, 16 June 2017

ગઝલ

લાગણીની રેત પણ દંડે મને.
કોઈ દરિયો રોજ ઓળંગે મને.

લે હવે વાદળ થવું ભારે થયું,
ફક્ત ચોમાસે જ તું ઝંખે મને.

આસમાને નામનું વાદળ પડ્યું,
મેઘધનુષે તું જ , તો રંગે મને.

છે તરસ, તો હું વરસવાનો અહીં,
આંખનો વરસાદ બહુ ડંખે મને.

આંગણું તારું તપે જાણે સૂરજ,
તું મળે છે છાપ થઈ અંગે મને.

હાર્દિક પંડ્યા 'હાર્દ'

No comments:

Post a Comment