## શબ્દ યુદ્ધ##
એ યુદ્ધ નો સાક્ષી હતો.
શબ્દોના તીરો સામ સામે છોડાયા,
ને ઘાયલ થતી કવિતા,
ખૂણામાં રક્તથી ભીંજાતી,
રડતી હતી?
ના..ના.. એતો સ્તબ્ધ હતી,
કદાચ પોતે કોણ છે?
કોની છે?
પોતાનું રૂપ શું?
કેવીતે જન્મ થયો?
એવા પ્રશ્નો ના શાબ્દિક બાણોથી ઘેરાયેલી, અસ્તિત્વની ઉચાયથી
નીચે ગરકાવ થવાના ડર સાથે વિચારતી ,
હું કોણ છું?..કોણ... કો..ની..???
.-સંદીપ ભાટીયા "કવિ"
No comments:
Post a Comment