મિત્રો આજની ગુરુવારીના પ્રતિભાવમાં મને જે સાઈજીકી રચનાઓ મળી છે એમાંથી કેટલીક મને ગમેલી રચનાઓ આ સાથે શેર કરી છે. સૌ કવિઓનો આbhaaર અને અભિનંદન...
(૧)
પૂનમનો ચાંદ
આમતેમ
ફરે,
ચાંદનીને ગોત્યે રાખે!
== પંકજ ગોસ્વામી
(૨)
વરસાદી ઝડી
રસબોળ
ધરા,
જાણે સદ્યસ્નાતા રૂડી
== ડૉ અર્ચના પટેલ
(૩)
ગરજે વાદળ
અષાઢમાં.
પ્રિયા,
આશ્લેષમાં ભયભીત.
== માના વ્યાસ
(૪)
સળવળ્યું તેજ
ટેરવું ને
શબ્દો
સર્યા, સર્જાઈ કવિતા.
== જીજ્ઞાસા ઓઝા
(૫)
જળતલાવડી
ચોકે મૂકી
પાણી
પીએ તરસ્યા અબોલ
== અસ્મિતા શાહ
(૬)
વાદળ વરસે
રિજે ઘેરી
વીજ
બપૈયા કાળજું કોરે
== ડૉ ભાવેશ જેતપરિયા
Friday, 16 June 2017
૬, સાઈજીકી
Labels:
સં. મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment