પાંચ ઉનાળુ હાઇકુ
૧ : તપે તાવડી
સૂર્ય તણી આકાશે:
ભરબપ્પોરે!
૨ : શેકે રોટલો
કોણ બપોરે, સૂર્ય
ની તાવડીએ?
૩ : સૂર્ય શીતળ
થઇ વરસાવે છે
વ્હાલ, સ્વપ્નમાં!
૪ : વાદળ કોરું
કટ્ટ અને તરસી
ચાતક ચાંચ!
૫ : ચાતક ડોળે
તરસે સૂકી ભઠ્ઠ
ભૂમિ : ભીંજાવા!
- હરિહર શુક્લ
૧૬-૦૬-૨૦૧૭
No comments:
Post a Comment