કે’છે કે,
ઠોઠ નિશળીયાને વેતરણા ઘણા;
હું એમાં નો એક;
અનેક મારા દુશ્મન-થોથા.
મગજ ના પાડે,
માસ્તર હા પડાવે.
રોજ પગને ધક્કા મારું,
માને ઈ કોઈનું?
દફ્તરનો “ભાર” ભારે,
ચ્યા ગાવ આ ગાણું.
નિશાર નામે ઊખાણું,
ચ્યમેય ના ખવાય ભર્યું ભાણું.
માસ્તર મારે – હું ખાવ,
મેથીપાક ભાવે કેમ લગરીક?
નામના વા’લી કરી-મોજ કરું,
બસ, હરું ફરું ને ચરું.
વાટ જોજો કૈંક કરશે-
આ ઠોઠ નિશાળિયો...!
No comments:
Post a Comment