Thursday, 8 June 2017

ગઝલ

એકાદ ક્ષણ એવી હોવી જોઈએ,
શ્વાસ વગર પણ ધડકન ધડકવી જોઈએ.

નિયમો બધા દુનિયા ના મુબારક એને,
આગવી પોતાની રીત ખાસ હોવી જોઈએ.

હોય અમાસ નો અંધકાર હોય તો ભલે હોય
રોશની માટે એક  દિપક ની જ્યોત જોઈએ.

ચોતરફ સતત ભાગી રહ્યા છે લોક,
ક્યાંક થોડો તો થોડો વિરામ જોઈએ.

સવાલો ઘણા અઘરા હશે જીવન માં,
જવાબો એના સાચા અને સચોટ જોઈએ.

ના મળે જ્યાં દિલાસો આ દુનિયા તરફ થી,
ત્યારે તો ઈશ્વર તારી હયાતી જોઈએ.

કોઈ પૂછે તો એટલું કહે છે 'ધર્મ',
જીવન માં જીવ થી કોઈ વ્હાલું જોઈએ.

                                       ~ધર્મેન્દ્ર સોલંકી

No comments:

Post a Comment