Friday, 16 June 2017

૨, ગઝલ

[6/14, 12:35 AM] ‪+91 90999 25010‬: જીવ આ ઝળહળ લૈ ઊભા છીએ,
શ્વાસમાં અટકળ લૈ ઊભા છીએ!

છે ભરોસો, આવશે તું,  બાથશે,
આ મજાનું અળ લૈ ઊભા છીએ!

કે નથી હાથે ગરથ ના જર કશું,
સાચનું શ્રીફળ લૈ ઊભા છીએ!

પોંખવા ચોખા ન છે, ચંદન નથી,
પણ છે જમનાજળ લૈ ઊભા છીએ!

કામણે સાવે ભરેલો શ્યામ તું!
ને અમે કાજળ લૈ ઊભા છીએ!

હાજરી તારી સકલમાં, તોય આ,
કાખમાં શામળ લૈ ઊભા છીએ!

પનઘટે તો આવશે હા, શામળો,
શીર પર ચાકળ લૈ ઊભા છીએ!

સાવ હળવી ધારની ધારી કરું!
આંખમાં ઝાકળ લૈ ઊભા છીએ!

આવશે કેવે સમે તું શામળા?
કેટલા અંજળ લૈ ઊભા છીએ!

----------------હેમા ઠક્કર "મસ્ત "       13-6-17
[6/14, 12:44 AM] ‪+91 90999 25010‬: આપણે બસ છળ લૈ ઊભા છીએ!
વાત છે પોકળ લૈ ઊભા  છીએ!

કંટકોની ના નથી પરવા કરી
ખોબલે બાવળ લૈ  ઊભા છીએ!

નથી માંગી જીંદગી આખ્ખી અમે,
આષમાં બે પળ લૈ ઊભા છીએ!

શાંત ચીત્તે ખાળવાને તાપ સૌ,
ધીરતાનું જળ લૈ ઊભા છીએ!

ધૂળમાંથી શોધવાનું છે રતન,
તાગવાની કળ લૈ ઊભા છીએ!

એક તારો પંથ, બીજું ના દિશે,
જાતરાનું ફળ લૈ ઊભા છીએ!

----------------હેમા ઠક્કર "મસ્ત "       13-6-17

No comments:

Post a Comment