Saturday, 29 July 2017

ગીત

*એક ગીત રચના - વાત છું*

હું એક અનોખી વાત છું ........ ટેક

મંદિરોની પરસાળમાં મુકેલા સ્થાયી નંદિની જાત છું
ઉગવું મારે સૂર્ય આથમે,ચાંદ ચકોરની એક રઢિયાળી રાત છું

ભીતર હૈયે ભરેલી લાગણી જેવી સરીતાની સોગાત છું
હું એક અનોખી વાત છું.

બાવળ સમું ઉગવું આજે ઝાકળની માફક બે પળ જીવવું
અંધારે દીવો હોલવી અંધારે ઉજાસનું સરનામું પૂછવું

અંધારાએ તડકાને કીધું હું પડછાયાની જાત છું
હું એક અનોખી વાત છું

વરસાદમાં ભીની દીવાલો જોઈ ભીતરની ભીની યાદોની સુગંધ આવી
સ્તબ્ધ પડેલી પળો જાણે આજે જીવનમાં રંગો ભરેલી મૌસમ લાવી

એટલે હું એક ભીતરે કંડારાયેલી પથ્થરની ભાત છું
હું એક અનોખી વાત છું

સોલંકી દિપક *રહીશ*

No comments:

Post a Comment