એ આંગળી પકડી
મુને લઈ જાય છે
તો શાને આખો હાથ મારો ખેંચાઈ છે?
ને છોડવા જ્યારે
હું એને થનગનું
તો શાને ભાભો આંખ કાઢી ખીજાય છે ?
મારગ તો છે મોકળો
ને હું નાનો
એ ઘરડો છે ને, તોય ચાલ્યો જાય છે ?
વઇ ગયાં દિનરાત વર્ષો કેટલાં ?પણ
એને ક્યાં થોભવા
નું થાય છે ?
હર ડગ પર એ
લાવે છે કંઈ નવું
જેમકે, ઋતુ પર
કુદરત બદલાય છે
લે બુઢાપો એને
કઈ રીતે આવશે ?
જે જોતજોતામાં
જ બાળક થાય છે
હું તો કાળું કુંડાળું
કરી બેસી ગયો
તો ઉઠાવી ને ઓલિયો લઈ જાય છે!
ઘડી ના કાંટે કાંટે
સતત વાગતો !
આ સમય ને કહો કેમ કરી પહોંચાય હે?
ઝલક
Saturday, 29 July 2017
અછાંદસ
Labels:
ઝલક ભટ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment