ગઝલ - જિંદગી એક રૂપિયા જેવી
ગાલગા ગાલગા લગા ગાગા
રાહ આવી ન હોય,તો કેવી ?
ક્યાંક ફૂલો નડે મને એવી.
દામ મારા અલગ કર્યા હરપળ;
જિંદગી એક રૂપિયા જેવી.
હું જ ખોવાઈ જાવ છું ગઝલે;
છે ગઝલ આપની હવે એવી.
સૂર્ય પણ પીગળી ગયો આજે;
આંસુની ધાર જોઈ છે એવી !
આખરે આદમી થયો મડદું;
રાખમાં જિંદગી ભળી કેવી.
સોલંકી દિપક "રહીશ"
No comments:
Post a Comment