Saturday, 29 July 2017

ગઝલ

બધા દોડે છે મુઠ્ઠી વાળીને!
ક્યાં જશો જીવતર ખાળીને!!

જાહોજલાલી છે એનાં નામથી,
રાધા રહી છે વેદના ચાળીને .

આસપાસ રહે જ્વાલા તપતી;
ક્યાં જવું હવે તપન ખાળીને.

અમૃત પણ સહેજ થોડું ડહોળુ ,
દોસ્ત પાન કરજે જરા ગાળીને.

છે લાખો વેદનાઓ આ માર્ગે;
ચાલજે 'ઝાકળ' જરા સંભાળીને.
                             - ઝાકળ

No comments:

Post a Comment