Saturday, 29 July 2017

ગીત

પુછતુ નથી કોઈ સરહદ-વાસીને કે તારી તબિયત કેમ છે ?
ભુલી ના જતા બંધુઓ મારા આતો અમારો દેશપ્રેમ છે
પુછતુ નથી કોઈ સરહદ-વાસીને કે તારી તબિયત કેમ છે ?

તમારી ખુશીઓમાં રંગો ઉમેરવાં અમે ખેલીશું લોહીની હોળી
સરદારના હિંદને આઝાદ રાખવા મારી જાતને મેં દેશમાં ઝબોળી
હરાવી દે કોઈ ભારતને સામી છાતી એ, એ તેનો વ્હેમ છે
પુછતુ નથી કોઈ સરહદ-વાસીને કે તારી તબિયત કેમ છે ?

દેશદાઝના કફનો અમારા દેશપ્રેમને શોભાવતા રહેશે
અમારી વિરતાનાં ગીતો દેશભરમાં ગવાતા રહેશે
"જય હિંદ" જેવા કેટલાય સુત્રો આજે દિલમાં એમનેમ છે
પુછતુ નથી કોઈ સરહદ-વાસીને કે તારી તબિયત કેમ છે ?

ભગત,આઝાદ અને સાવરકરના માર્ગે અમે ચાલતા રહીશું
વતનને કાજે આવી અનેક જીદંગીઓ અમે કુરબાન કરીશુ
દેશના રક્ષણને માટે અમે લીધેલી આવી અનેક ટેક છે
પુછતુ નથી કોઈ સરહદ-વાસીને કે તારી તબિયત કેમ છે ?

રાત-દિવસ અમે જાગતા રહીશું , તમે ભલે આરામથી સુતા
અપાર મુશ્કેલીઓ પણ ક્યારેય નહી પાડી શકે અમને વિખુટા
અમારી વિરતાનો 'અંદાજ' જોઈને લાગે કે દેશ મારો હેમખેમ છે
પુછતુ નથી કોઈ સરહદ-વાસીને કે તારી તબિયત કેમ છે ?
                            - ધવલ ભિમાણી 'અંદાજ'

No comments:

Post a Comment