Saturday, 29 July 2017

ગીત

આજ આવી ગયું છે પાછું છાપું
પણ છાપાએ આવીને શું છે ઉકાળ્યું ?

પાના ભરીને એ જ છલકાતી ઠેર ઠેર
વરસાદી કેર કેરી વાત
છાપાળવી ભાષામાં કીધી છે એજ
પક્ષ પલટાની  જૂની પંચાત
રુઢ થઇ ચાલેલા શબ્દો ને વાક્યોનું
ખાનું ફરીથી ઉખાળ્યું.

આફતની વચ્ચે છે હૈયાને ઠારનારી
રાહતની થઇ છે શરુઆત
કુદરતના કેર સામે મ્હેર થઇ આવી છે
જનતાની સેવા સોગાત.
પીડીતનાં આંસુને લૂછતા એ હાથ
એણે માણસ હોવાનું ઉજાળ્યું  🙏🙏🙏
                                    -તુષાર શુક્લ

No comments:

Post a Comment