Saturday, 29 July 2017

ગઝલ

હું બળ્યો!

મીણબત્તી  થઈ  ઝળહળ્યો!
ને પછી મીણ થઈ પીગળ્યો!

ફાંટથી  ખૂબ  ઝરણો વહ્યાં!
પ્હાડ પણ છેવટે ઓગળ્યો!

સાદ   દીધો   હતો   મેં   તને
તોય  તેં  કેમ ના  સાંભળ્યો?

ખૂબ   પીવા   પ્રયત્નો   કર્યા
ઝેરનો  જામ તો પણ ઢળ્યો!

દોસ્ત  છોડી  ગયા  તે  પછી
દૂશ્મનો  સંગ  જઈને ભળ્યો!

ભોગ  છપ્પન   ધરાવી   તને
આજ ઉપવાસ મારો ફળ્યો!

આયનામાં   તને   જોઉં  હું!
ઓગળ્યો  હું અને તું મળ્યો!

કેમ  અમરત  હતું   કડવું  ને
ઝેરનો સ્વાદ  લાગ્યો ગળ્યો?

અંગૂઠે   આગ   ચાંપ્યા પછી
પાછું ના જોયું ને? હું બળ્યો!

- હરિહર શુક્લ
  ૨૬-૦૭-૨૦૧૭

(ગાલગા ગાલગા ગાલગા)
(રિવ્યુ માટે)

No comments:

Post a Comment